NHM જામનગર ભરતી 2024

NHM જામનગર ભરતી 2024 : Jamnagar Mahanagarpalika આરોગ્ય શાખા હસ્તક નેશનલ હેલ્થ મિશન હેઠળ તદ્દન હંગામી ધોરણે એ.એન.એમ., ફાર્માસીસ્ટ-ડેટા આસીસ્ટન્ટ તથા મેડીકલ ઓફિસર (એમ.બી.બીએસ.) UHWC, આર.બી.એસ.કે. મેડીકલ ઓફીસર મેલ / ફીમેલની 11 માસ માટે કરાર આધારિત ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
Jamnagar Mahanagarpalika Bharti 2024


જે મિત્રો જામનગર મહાનગરપાલિકા અંતર્ગત ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વગેરે નીચે મુજબ છે.
કેડર: લાયકાત: મહેનતાણું
  • એ.એન.એમ. : સરકાર man એફએચડબલ્યું / એ.એન.એમ.નો કોર્ષ કરેલો હોવો જોઈએ. બેઝીક કોમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે. ગુજરાત નર્સિંગ કાઉન્સેલમાં રજીસ્ટ્રેશન હોવું જોઈએ. : 15,000/-
  • ફાર્માસીસ્ટ-ડેટા આસીસ્ટન્ટ (આર.બી.એસ.કે.) : ઉમેદવારે માન્ય કોલેજ / યુનિવર્સીટીમાંથી બેચરલ ઓફ ફાર્માસીસ્ટ / ડીપ્લોમાં ફાર્માસીસ્ટ કરેલ હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતની ફાર્માસીસ્ટ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ. 16,000/-
  • મેડીકલ ઓફીસર (એમ.બી.બી.એસ.) (UHWC) : MBBS તથા ગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન : 75,000/-
  • આયુષ મેડીકલ ઓફીસર (પુરૂષ) (આર.બી.એસ.કે.)  : ઉમેદવારે માન્ય કોલેજ / યુનિવર્સીટીમાંથી BAMS / BSAM / BHMS કરેલ હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતની આયુર્વેદિક / હોમીયોપેથીક કાઉન્સીલનું રજીસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ. : 31,000/-
  • આયુષ મેડીકલ ઓફીસર (ફીમેલ) (આર.બી.એસ.કે.) : ઉમેદવારે માન્ય કોલેજ / યુનિવર્સીટીમાંથી BAMS / BSAM / BHMS કરેલ હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતની આયુર્વેદિક / હોમીયોપેથીક કાઉન્સીલનું રજીસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ. : 31,000/-
નોંધ : તમામ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત છે. જે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ઉપલબ્ધ ફંડને આધારિત રહેશે. કાયમી જગ્યાઓ ભરતા આ જગ્યાઓ રદ થવા પાત્ર રહેશે.

એ.એન.એમ.ની જગ્યાઓ માટેની જાહેરાત સંભવિત ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષાયાદી બનાવવા હેતુસર છે. હાલ ઉપલબ્ધ મેરીટ પ્રતિક્ષાયાદી પૂર્ણ થયા બાદ આ જાહેરાત પૈકીની મેરીટ પ્રતિક્ષાયાદીમાંથી પસંદગી કરવામાં આવશે.

દર્શાવેલ તમામ ડોક્યુમેન્ટ ફરજીયાત અપલોડ કરવાના રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ નહિ કરેલ હોય તો અરજી રદ થવા પાત્ર રહેશે.

નોંધ : લાયકાત ધરવતા તમામ ઉમેદવારો સૌપ્રથમ જાહેરાતમાં દર્શાવેલ તમામ વિગતો વિસ્તાર પૂર્વક વાંચો અને ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરો.

NHM જામનગર ભરતી 2024 અરજી કઈ રીતે કરવી ?
  • લાયકાત ધરાવતા ઉમેદવારો આરોગ્ય સાથી પોર્ટલ (arogyasathi.gujarat.gov.in) પર જઈને ઉપરોક્ત જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
NHM જામનગર ભરતી 2024 અરજી છેલ્લી તારીખ કઈ છે ?
  • અરજી છેલ્લી તારીખ : 21-06-2024
IMPORTANT LINKS:

Post a Comment

0 Comments